
આઝાદીની લડાઇ સાથે-સાથે જ બાપુએ ચારિત્ર્ય નિર્માણ અને સમાજ ધડતર થકી રાષ્ટ્રનિર્માણનાં કાર્ય પણ સાંકળી લીધેલુ, જેથી આઝાદી સમય બાદ સ્વરાજથી સુરાજય એ મંત્ર સાર્થક થઈ શકે. પુજ્ય બાપુએ આપેલ વિવિધ પ્રયોગોમાં પદયાત્રા એ વ્યાપક લોકશિક્ષણ અને જનજાગૃતિ માટેનું અમોધ શસ્ત્ર સાબિત થયેલુ છે. આજે પણ દાંડીકૂચ ને ઇતિહાસમાં અમર ધટના તરીકે સૌ કોઇ જુએ છે.
જ્યારે પુજ્ય બાપુનાં ૧૫૦માં જન્મ જ્યંતિ વર્ષને ગાંધી ૧૫૦, તરીકે ભારત સરકાર ઉજવી રહી છે, ત્યારે ગાંધીવાદી સંસ્થાઓ, પુજ્ય બાપુના વિચારથી ચાલતી બુનિયાદી શાળાઓ તથા અન્ય સેવા સંસ્થાઓ સાથે મળીને એક પદયાત્રાનું આયોજન કરેલ છે. ભાવનગર જીલ્લાનાં તળાજા, પાલીતાણા અને શિહોર તાલુકાનાં ૩૫ જેટલા ગામડામાં આ પદયાત્રા પસાર થશે, જેમાં આજુબાજુનાં ગામડા મળીને કુલ ૧૫૦ ગામો જોડાશે. આ પદયાત્રાનો પથ ગાંધીયુગની સાક્ષી પુરતી બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓને જોડીને બનાવવામાં આવેલ છે, તથા ૭ દિવસની પદયાત્રા દરમિયાન પુજ્ય બાપુ એ આપેલ ‘૧૧ મહાવ્રત’ આધારીત મહાવ્રત સભાઓ પણ યોજાશે. ગાંધીયુગની અનુભુતિ કરાવતું ઐતિહાસિક આયોજન કરવામાં આવેલ છે. પુજ્ય બાપુએ બતાવેલ માર્ગ પર જ બાપુને સમરણાંજલી અર્પવાનો પ્રયાસ એટલે ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રા.
ગામડાનો માણસ પોતાના આંતરિક કૌશલ્ય થકી,સ્વવિકાસને સાધી, જીવનકળાઓ દ્વારા જાતે પગભર થાય એવું વાતવરણ નિર્માણ કરવું એ બુનિયાદી શિક્ષણનું મૂળભૂત પ્રયોજન ગણી શકાય.બીજા શબ્દોમાં કહેવું હોઈ તો કહી શકાય કે ગ્રામ્ય કેળવણીના પાયાના ખ્યાલનો વિસ્તાર કરવા માટેની શિક્ષણ પદ્ધતિ એટલે બુનિયાદી શિક્ષણ.જેની શરૂઆત આપણે ત્યાં ગાંધીજીએ કરેલી. જેને જુગતરામ, નાનાભાઈ ભટ્ટ, હરભાઈ, મનુભાઈ પંચોળી જેવા અનેક ગાંધીજનોએ આગળ ધપાવેલ. આવી કેળવણીમાં છાત્રએ સ્વાવલંબન, સાદગી, ખાદી, કાંતણ, કૃષિ અને નાના હુન્નર શીખી જીવનપ્રણાલીમાં એને અપનાવવા સાથે શિક્ષણ મેળવવાનું હોઈ છે.જીવનમૂલ્યોનું જતન આ કેળવણીનું આવશ્યક અંગ છે. વ્યક્તિના પોતાનામાં રહેલા ઉત્તમ અંશોને બહાર લાવવાનું કામ આ પ્રકારની કેળવણી કરે છે.આ પ્રકારની કેળવણીને આપણે 'નઈ તાલીમ' અગર તો 'બુનિયાદી શિક્ષણ' કહીએ છીએ.
મહાત્મા ગાંધીએ રોપેલો બુનિયાદી કેળવણીનો આ છોડ કાળક્રમે પશ્ચિમી સંસ્કૃત્તિના શિક્ષણના ફૂંકાયેલા વાયરામાં તહસનહસ થઇ ગયો. ગ્રામ્ય સંસ્કૃત્તિના ધબકારને ઝીલી કૌશલ્યવાન નાગરિકો પેદા કરવાના બુનિયાદી વિચારને મૂર્તિમંત કરવાના જે તે સમયના આપણા એ પ્રયત્નોને સમય જતા કાળની થપાટે લૂણો લગાડ્યો. બુનિયાદી શિક્ષણના આપણા પૂર્વજ વિચારકોએ નાંખેલા પાયાને આધુનિક શિક્ષણની ઉધઇ સમૂગળો કોરી ખાઇ એવું વાતાવરણ નિર્માણ પામ્યું. કેળવણી માટેના આ કપરા કાળે આપણે સૌએ જાગૃત થવું એ સમયની માંગ છે.
આ માંગને ઝીલી, ખરી કેળવણીના આ ખયાલને પુનર્જિવિત કરવા માટે સમયાંતરે પ્રયત્નો થયા છે. બુનિયાદી કેળવણીને બળ મળે એવો એક પ્રયત્ન, એવી એક વિરલ ઘટના આગામી દિવસોમાં આ ધરતી પર આકાર લેવા જઇ રહી છે એ આનંદની વાત છે. "પદયાત્રા"ની આ પ્રેરક ઘટના ટાણે થોડું પાયાની કેળવણી વિશે જાણવું જરૂરી બને છે. રાષ્ટ્રભાષાના પ્રચાર અને રાષ્ટ્રની સાર્વત્રિક કેળવણીના કામે ઇ.સ.૧૯૩૭માં ગાંધીજીએ એક જબરું આંદોલન જગાવેલું. એમાંથી જ "વર્ધા શિક્ષણ યોજના" અથવા તો "પાયાની કેળવણી"નો ઇ.સ.૧૯૩૭માં જન્મ થયેલો. લગભગ એક દસકા સુધી આ વિચાર વત્તા ઓછા અંશે આંદોલિત થયા કરેલો. ઇ.સ.૧૯૪૭માં અને તે પછીના સમયમાં કેળવણી સંદર્ભે પાયાનું સાચું કામ યોગ્ય માત્રામાં થયેલું એમ કહી શકાય. જાણીતા ગાંધીજન મગનભાઇ દેસાઇએ તેમના તા.૦૭/૦૮/૧૯૫૦ના ‘પાયાની કેળવણી’ સંદર્ભે લખાયેલ એક લેખમાં આ વાતને નોંધી છે.
આમ તો બુનિયાદી કેળવણીના વિચારને ગાંધીજીએ ઇ.સ.૧૯૨૦થી પ્રયોગરૂપે અમલમાં મૂકી દીધો હતો. ગાંધીજીએ અપનાવેલ પાયાની કેળવણીનો વિચાર પૂર્વ વિચારોથી કે પૂર્વ શિક્ષણથી સાવ નોખો જ હતો એવું નહોતું. પરંતુ તફાવત હતો તો એ એની ભૂમિકામાં હતો. નવી ભૂમિકા સાથેના આ વિચારમાં શ્રદ્ધાવાન બનવા અને એ તરફે ઉદ્યમ આદરવા જે તે સમયે થયેલા સ્તુત્ય પ્રયાસો થકી બુનિયાદી શિક્ષણની એક સુદ્રઢ ભૂમિકા અને સાનુકૂળ હવામાન રચાયેલું.
ગાંધીજીએ ‘વર્ધા શિક્ષણ’ને હિંદ માટેની પોતાની પરમ ભેટ તરીકે ઓળખાવેલી. વર્ધા શિક્ષણ યોજનામાં એક રીતે આખા શિક્ષણની પુનર્ઘટનાનો રાષ્ટ્રીય સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર શિક્ષણના ગાંધીજીના આ ખયાલમાં સાર્વત્રિક શિક્ષણ અને વિશેષ શિક્ષણની વિભાવના પ્રમુખ સ્થાને હતી. સાર્વત્રિક શિક્ષણ કે જે બધા નાગરિકોને મળે, જેને આપણે ‘‘પાયાનું કે બુનિયાદી શિક્ષણ કહીએ છીએ. અને વિશેષ શિક્ષણ કે જેને આપણે ઉચ્ચ શિક્ષણ કહીએ છીએ, જેમાં સાહિત્ય, કળાઓ, ઉદ્યોગો અને રાષ્ટ્રને આવશ્યક એવા શિક્ષણની વ્યવસ્થા હોય. આવી વ્યવસ્થાનું શિક્ષણ એટલે "વર્ધાશિક્ષણ યોજના"
આગામી દિવસોમાં આકાર લેનાર ‘પદયાત્રા’ કેળવણી ક્ષેત્રે ભારતનું જ નહીં, સમગ્ર વિશ્વનું સિમાચિહ્નરૂપ પગલું બની રહેશે. કેળવણીની પુનર્ઘટનાનો પડઘો આ પદયાત્રામાં પડનાર છે ત્યારે પાયાની કેળવણી તરફના આ પ્રયાણને સાર્વત્રિક આવકાર મળી રહેશે. જો આમ થશે તો સદ્દગત ગાંધી અને સદ્દગત ગાંધીજનો જયાં હશે ત્યાંથી આ પદયાત્રા પર પુષ્પવર્ષા કરશે એ બાબતે હું શ્રદ્ધાવાન છું.
- રવજી ગાબાણી
તારીખ | સમય | ગામ | સભા વ્રત વિષય |
---|---|---|---|
૧૬/૦૧/૨૦૧૯ | સવારે ૦૯:૦૦ | મણાર | પ્રસ્થાન સભા |
૧૬/૦૧/૨૦૧૯ | બપોરે ૦૨:૦૦ | ત્રાપજ | સત્ય |
૧૬/૦૧/૨૦૧૯ | સાંજે ૦૫:૦૦ | બેલા | જાત મહેનત |
૧૭/૦૧/૨૦૧૯ | સવારે ૧૦:૩૦ | દિહોર | સર્વ ધર્મ સમભાવ |
૧૭/૦૧/૨૦૧૯ | બપોરે ૦૪:૩૦ | માયધાર | સ્વદેશી |
૧૮/૦૧/૨૦૧૯ | સવારે ૧૧:૦૦ | અનીડા | અસ્વાદ |
૧૮/૦૧/૨૦૧૯ | સાંજે ૦૪:૦૦ | શેત્રુંજી ડેમ | અભય |
૧૯/૦૧/૨૦૧૯ | સવારે ૧૧:૪૦ | ભાદાવાવ | અસ્તેય (ચોરી ન કરવી) |
૧૯/૦૧/૨૦૧૯ | સાંજે ૦૬:૩૦ | પાલિતાણા | અહિંસા |
૨૦/૦૧/૨૦૧૯ | સવારે ૧૦:૦૦ | ઘેટી | અસ્પૃશ્યતા નિવારણ (સ્પર્શભાવના) |
૨૦/૦૧/૨૦૧૯ | સાંજે ૦૫:૦૦ | દુધાળા | વણ જોઈતું નવ સંઘરવું |
૨૧/૦૧/૨૦૧૯ | સવારે ૧૦:૦૦ | રાણપરડા | બ્રહ્મચર્ય |
૨૧/૦૧/૨૦૧૯ | સાંજે ૦૪:૦૦ | વાળુકડ | વિનયસભા (મહાવ્રત નથી પરંતુ પૂજ્ય બાપુએ મંગળપ્રભાતમાં સમાવેલ છે ) |
૨૨/૦૧/૨૦૧૯ | સવારે ૧૦:૦૦ | લોકભારતી સણોસરા | સમાપન સભા |
ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર સંસ્થા ખાતે પ્રસ્થાન સભા
તારીખ:૧૬/૦૧/૨૦૧૯
સભા વિષય : ‘પ્રસ્થાન સભા’
વક્તા:મા. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ત્રાપજ ખાતે પ્રથમ મહાવ્રત સભા
તારીખ:૧૬/૦૧/૨૦૧૯
સભા વિષય :‘સત્ય’
વક્તા:ડૉ. ભદ્રાયુભાઈ વચ્છરાજાની
બેલા ખાતે બીજી મહાવ્રત સભા
તારીખ:૧૬/૦૧/૨૦૧૯
સભા વિષય : ‘જાતમહેનત’
વક્તા:શ્રી પરસોત્તમભાઈ રૂપાલા
દિહોર ખાતે ત્રીજી મહાવ્રત સભા
તારીખ:૧૭/૦૧/૨૦૧૯
સભા વિષય : ‘સર્વધર્મ સમભાવ’
વક્તા:આ. શ્રી. મોરારીબાપુ
માયધાર ખાતે ચોથી મહાવ્રત સભા
તારીખ:૧૭/૦૧/૨૦૧૯
સભા વિષય : ‘સ્વદેશી’
વક્તા:શ્રી રાઘવભાઈ ડાભી
રાત્રી રોકાણ
અનીડા ગામે પાંચમી મહાવ્રત સભા
તારીખ:૧૮/૦૧/૨૦૧૯
સભા વિષય :‘અસ્વાદ’
વક્તા: રી રામભાઈ મોરી, શ્રી રાધા મહેતા
શેત્રુંજી ડેમ ખાતે છઠી મહાવ્રત સભા
તારીખ:૧૮/૦૧/૨૦૧૯
સભા વિષય :‘અભય’
વક્તા:શ્રી અતુલભાઈ પંડ્યા
રાત્રી રોકાણ
ભાદાવાવ ખાતે સાતમી મહાવ્રત સભા
તારીખ:૧૯/૦૧/૨૦૧૯
સભા વિષય :‘અસ્તેય’ (ચોરી ન કરવી)
વક્તા:શ્રી દીપકભાઈ તેરૈયા
પાલીતાણા આઠમી મહાવ્રત સભા
તારીખ:૧૯/૦૧/૨૦૧૯
સભા વિષય :‘અહિંસા’
વક્તા:શ્રી અજયભાઈ ઉમટ
રાત્રી રોકાણ
ઘેટી ખાતે નવમી મહાવ્રત સભા
તારીખ:૨૦/૦૧/૨૦૧૯
સભા વિષય :‘અસ્પૃશ્યતા નિવારણ’ (સ્પર્શભાવના)
વક્તા:ડૉ. ભરતભાઈ મિસ્ત્રી
દુધાળા ખાતે દશમી મહાવ્રત સભા
તારીખ:૨૦/૦૧/૨૦૧૯
સભા વિષય :‘અપરિગ્રહ’ (વણ જોઈતું ન સંઘરવું)
વક્તા:શ્રી જય વસાવડા
રાત્રી રોકાણ
રાણપરડા ખાતે અગ્યારમી મહાવ્રત સભા
તારીખ:૨૧/૦૧/૨૦૧૯
સભા વિષય : ‘બ્રહ્મચર્ય’
વક્તા:ડૉ.વિદ્યુતભાઈ જોશી
લોક વિદ્યાલય વાળુકડ સંસ્થા ખાતે “વિનય સભા”
તારીખ:૨૧/૦૧/૨૦૧૯
સભા વિષય :‘વિનય સભા’
વક્તા:મા.શ્રી રાજ્યપાલ કોહલી સાહેબ
રાત્રી રોકાણ
લોકભારતી સણોસરા ખાતે સમાપન કાર્યક્રમ યોજાશે
તારીખ:૨૨/૦૧/૨૦૧૯
સભા વિષય : ‘સમાપન સભા’
વક્તા:મા.શ્રી. વડાપ્રધાનશ્રીનું સંબોધન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જીવંત પ્રસારણ, મા. શ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી
શ્રી કુશળસિંહ પઢેરિયા, ચેરમેનશ્રી, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ | શ્રી પંકજભાઈ ભટ્ટ, ચેરમેનશ્રી, ગુજરાત સ્ટેટ સંગીત નાટક એકેડમી | શ્રીમતિ ભારતીબેન શિયાળ, માન. સાંસદશ્રી |
શ્રી ભીખાભાઈ આર.બારૈયા, માન. ધારાસભ્યશ્રી | કલેકટર શ્રી, ભાવનગર | શ્રી નવીનચંદ્ર સેઠ, કુલપતિશ્રી, ગુજરાત ટેક્નીકલ યુનિવર્સીટી |
શ્રી યોગેશભાઈ ગઢવી | શ્રી કમલકુમાર કર | શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, રજીસ્ટ્રાર, ગુજરાત વિદ્યાપીઠ |
શ્રી અનિલકુમાર રાદડિયા | શ્રી સતિષભાઈ મોરી | શ્રી જયેન્દ્રભાઈ ગોસાઈ |
શ્રી સાગર ખીમાણી | શ્રી સુભાષ સાવલિયા | શ્રી રવજીભાઈ ગાબાણી |
શ્રી જેસિંગભાઈ ડાભી | શ્રી સી. બી. રાજપરા | શ્રી શિશપાલભાઈ (પતંજલિ) |
શ્રી નાનુભાઈ શિરોયા | શ્રી પાર્થેશભાઇ પંડયા | શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ |
શ્રી રાજુભાઈ બાંભણિયા | શ્રી લાલજીભાઈ સોલંકી | શ્રી ઘનશ્યામભાઈ વી.શિહોરા |
શ્રી ગોપાલભાઈ એન.વાઘેલા | શ્રી વિજયગીરી બાવા | શ્રી રામ મોરી |
શ્રી માધીશભાઈ પરીખ | શ્રી તુલસીભાઈ એલ.માંડવિયા | શ્રી અભયસિંહ ચૌહાણ |
શ્રી રાજુભાઈ રાબડીયા | શ્રી નિરવભાઈ જે.દવે | શ્રી નિષિધભાઈ પટેલ |
શ્રી દિલીપભાઈ જોષી | શ્રી સુરસંગભાઇ મણાર | શ્રીમતી ભાવનાબેન પાઠક |
શ્રી હસમુખભાઈ દેવમુરારી (લોક ભારતી સણોસરા) | શ્રી નીતિનભાઈ દવે (સંસ્કાર ભારતી સંસ્થા) | શ્રી સંજયભાઈ કાત્રોડિયા |
શ્રી દિલીપભાઈ ત્રિવેદી | શ્રી બાબુલાલ જાળેલા | શ્રી વિક્રમભાઈ ગોહિલ |
શ્રી વિશાલભાઈ દેવલુક | શ્રી બળદેવભાઈ ગઢવી | શ્રી હરિભાઈ ગમારા |
શ્રી હસમુખભાઈ સુથાર | શ્રી મધુભાઈ ઓડીટર | શ્રી પત્તુભાઈ આહીર |
શ્રી નારણભાઈ ડાખરા | શ્રી શંભુભાઈ ડાખરા | શ્રી કિશોરભાઈ શિયાળ |
શ્રી ઝવેરભાઈ ચુડાસમા | શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ | શ્રી ગોરધનભાઈ ગોટી |
શ્રી ભીમજીભાઈ પંડ્યા | શ્રી ધીરુભાઈ ધામેલીયા |
મહાત્મા ગાંધીને સંબોધીને આપ પત્ર લખવા માંગતા હો, તો અહીં લખો અથવા અપલોડ કરો. આ પત્રોનું સંકલન કરી પ્રસિદ્ધ કરવામાં આવશે.
Pad Yatra Co-Ordination Office:
5th Floor, Nirman Bhawan,
Opp. Sachivalaya Gate No.4, Sector 10/A, Gandhinagar-382010
Website: www.Gandhi150padyatra.in
Email: Contact@gandhi150padyatra.in
Tel. 079 23258859
Fax: 079 23258860